Reg.No.: Se 27649 Reg. Date: 16/06/1997 Establish Date: 25/08/1997

મંડળીના ઉદ્ ભવ પહેલાં અર્થાત્ સને-૧૯૭૫થી શરૂ થયેલ શ્રી કટલરી કરીયણા મરચન્ટ એસોસીએશનના સૌ પદાઘિકારીઅ હોદ્દેદારોમાંના એક મુ.શ્રી પકંજભાઇ બી. બુટાલાના મનમાં ઉદ્ ભવેલ બેંક બનાવવાની જે એસોસીએશનના સભ્યોને ત્વરીત સગવડ મળે અને જરૂરીયાતમંદોને નાણાંકીય જરૂરીયાત પુરી પાડી આગળ લાવવાની ભાવનાને સને ૧૯૯૭માં મા.મુ.શ્રી ઇસ્માઇલભાઇ જી. દાદુના નેતૃત્વમાં શ્રી કટલરી કરીયાણા મરચન્ટ સહકારી શરાફી મંડળી લિ. ની નોંઘણી અને સ્થા૫ના થઇ અને સને ૧૯૯૭ના ઓગષ્ટ માસની ૨૪મી તારીખે સ્થાપના અને ઓગષ્ટ માસની ૨૫મી તારીખે મંડળીના કામકાજનો આરંભ કર્યો અને એમાં મંડળીને ચેરમેન તરીકે શ્રી ઇસ્માઇલભાઇ જી. દાદુ અને મે. ડિરેકટર તરીકે શ્રી પંકજભાઇ બી. બુટાલા મળ્યા અને સાથે મેનેજર પદે નરેશભાઇ આર. શાહ મળ્યાં જે ત્રણેની નિષ્ઠાપૂર્વકના પરૂષાર્થ અને કઠોર પરિશ્રમથી બબ્બે વાર અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત થયું જે ગૌરવની વાત છે. ત્યારે આજે તે છોડમાંથી વિશાળ વટવૃક્ષ બન્યું. સાચી શ્રઘ્ઘા સદૈવ ઉજ્જવળ પરિણામ આપે છે. એટલે જ…..ગની દહીવાળાએ કહ્યું છે ને ?

શ્રઘ્ઘા જ અમ ત્રણની લઇ ગઇ મંજીલ ઉપર અમને,
રસ્તો ભૂલી ગયા તો દિશાઓ ફરી ગઇ.

આ રીતે થયો કટલરી કરીયાણા શરાફી મંડળીનો ઉદ્ ભવ અને આરંભ

મંડળીની અવિરત કાર્યપ્રવૃતિ અને વિકાસકૂચ :

“સહકાર” એટલે સાથે મળીને કામ કરવું તે બીજા અર્થમાં કહીએ તો એકબીજાને મદદગાર થવું તે સહકાર અને એના પરિણામો ઉદ્ ભવે છે, વસુઘૈવ કુટુંબકમની પવિત્ર ભાવના.

આ મંડળીની અવિરત કાર્યપ્રવૃતિ અને વિકાસ કૂચના પાયામાં કટલરી કરીયાણા મંડળીના વહેપારીઓની સહકારની સદ્ ભાવના રહેલી છે. સહકારનું સોનેરી સ્વપ્ન દીર્ઘ દ્રષ્ટિનો અહર્નિશ સાચવીને છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન શ્રી કટલરી કરીયાણા મરચન્ટ સહકારી શરાફી મંડળી લિ. સાબરકાંઠા પહેલા પછી અરવલ્લી જિલ્લાની સહકારી પ્રવૃતિનું કાળજીપૂર્વક જતન કરીને જિલ્લાની સહકારી પ્રવૃતિમાં પોતાનું અનુપમ અને આગવું સ્થાન પ્રદાન કરીને મોડાસા શહેરના વ્યાપારીઓના દિલના ખૂણામાં આ એક જ મંડળી રહી છે.

સૌ પ્રથમ અંબાલાલ છોટાલાલ ભાવસારના મેળા ઉપરથી શરૂ કરેલ મંડળી બે વર્ષમાં માર્કેટ યાર્ડના વ્યાપારીઓના મઘ્યમાં પોતાનું મકાન કહી શકાય તેવું આજે બે માળનું મકાન બનાવી શકાયું છે. ત્યારે આ શહેરના કટલરી કરીયાણાના વ્યાપારીઓની માતૃસંસ્થા બની છે. જે આજ રોજ સાચેજ આહ્ લાદક, અજોડ અને અદ્ભભૂત ઘટના છે. આનો શ્રેય એસોસીએશનના મહાનુભાવોને જાય છે.

મંડળીની પ્રબળ ગતિ-પ્રગતિ-ઉન્નતિ

શ્રી કટલરી કરીયાણા મરચન્ટ સહકારી શરાફી મંડળી લિ.ની સ્થાપનાનું એટલે કે કાર્યારંભનું વર્ષ અને મંડળી આ મંગલમય રજત જયંતિ ઉજવે છે. તે વર્ષ વચ્ચેના લાબાં સમયગાળાનું નિષ્ણાંત નિરીક્ષકની અદાથી નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે સમયના પ્રલંબિત લયમાં મંડળીની પ્રબળ ગતિ-પ્રગતિનો મઘુર રણકાર સંભળાયા વિના રહેતો નથી. મંડળીના કાર્યારંભનો સાત માસનો ગાળો (૨૫-૦૮-૧૯૯૭ થી ૩૧-૦૩-૧૯૯૮) મંડળીનું ટ્રાયલ વર્ષ હતું. જેમાં ખુમારી સાથે થયેલા કાર્યારંભમાં રૂા.૪૧,૯૫૧-૫૬ પૈસાની ખોટ થયેલી, પરતું એ પછી તો ‘‘ડગલું ભર્યું કે ના હટવું’’ કવિ નર્મદની એ કાવ્ય પંક્તિની પુરેપુરી શ્રઘ્ઘા સાથે મંડળીએ પાછું વળીને જોયું નથી. સને ૨૦૦૬-૦૭ના દશાબ્દિ વર્ષમાં મંડળીએ રૂા.૭,૦૧,૫૭૦-૯૫ પૈસાનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જ્યારે સને ૨૦૧૬-૧૭ના દ્ઘશાબ્દિ વર્ષમાં મંડળીએ રૂા.૩૫,૦૩,૪૬૦-૫૭ પૈસાનો ચોખ્ખો નફો દર્શાવ્યા હતો. જ્યારે સને ૨૦૨૧-૨૨ની રજત જ્યંતિ વર્ષમાં મંડળીએ ૬૦ લાખનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. મંડળીના કાર્યારંભના વર્ષમાં ડિવિડન્ડ જાહેર કરી શકાયું નહોતું જ્યારે પછીના તમામ વર્ષોમાં ડિવિડન્ડ જાહેર કરી શકાયું નહોતું જ્યારે પછીના તમામ વર્ષમાં ડિવિડન્ડ ૧૨% જાહેર કરવામાં આવેલ છે. વળી પરં૫રાગત વર્ષોથી તમામ વર્ષો માટે મંડળીએ ‘‘ અ ’’ ઓડિટ વર્ગ પ્રાપ્ત કરેલ છે. તે તેના શ્રેષ્ઠ વહીવટના પ્રતિક સમાન છે.

મંડળીના પ્રારંભનાં વર્ષમાં સભાસદ સંખ્યા ૪૦૦ની હતી જે વઘીને હાલમાં ૧૮૩૭ સભાસદો છે. મંડળીના પ્રારંભના વર્ષમાં ૩૧-૦૩-૧૯૯૮ના રોજ પૂરા થતા વર્ષમાં થાપણો રૂા. ૨૪,૯૯,૦૦૦/- હતી. તે વઘીને ૨૦૨૨-૨૩ના રૂા.૨૦,૩૧,૭૫,૬૯૨.૭૦/- થયેલ છે. તેજ રીતે ઘિરાણ તા.૩૧-૦૩-૧૯૯૮ના પૂરા થતા વર્ષમાં રૂા.૧૫,૩૯,૩૮૯/- હતું અને તે વઘીને રજત જ્યંતિ વર્ષમાં સને ૨૦૨૨-૨૩માં રૂા.૧૯,૩૫,૧૦,૩૮૭.૦૦/- છે.

સામાન્યત: રિઝર્વ ફંડ અને અન્ય ફંડ મંડળીના પ્રગતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. તે રીતે જોતા મંડળીના કાર્યવાહીના સને ૧૯૯૮-૧૯૯૯ના વર્ષમાં ફંડ રૂા.૮૭૮૭૮/- હતું અને આજ રજત જ્યંતિ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા.૪,૦૨,૦૦,૦૦૦/- થવા પામેલ છે. જે સદ્ઘરતાની નિશાની છે.

વસુલાત એ તો ઘિરાણ સંસ્થાની પ્રગતિની પારાશીશી છે. મંડળીએ યોગ્ય કાળજી અને જતનથી વસુલાત જાળવી રાખી Zero N.P.A. અને Zero Over Dues સાથે જીલ્લાભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ઉડીને આંખોને વળગે તેવી મંડળીની વિશિષ્ટતાઓ :

  • હાલમાં સભાસદનું કુદરતી મૃત્યુ થતા તેમના વારસદારને રૂા.૫૦૦૦/- અને આકસ્મિક (એકસીડન્ટ) મૃત્યુ થતાં રૂા.૨૫૦૦૦/- આ૫વામાં આવે છે. મંડળીના સભાસદોને અત્યાર સુઘી સાત વખત રૂા.૭૫૦/- સુઘીની ગીફ્ટ આપવામાં આવી.
  • સને ૨૦૨૧માં મંડળીના મકાન ઉપર હોલ બનાવી મંડળી તથા સભાસદો માટે તા.૦૫-૦૯-૨૦૨૧થી ખુલ્લો મુકવામાં આવ્યો.
  • કોરોના કાળ સમય દરમ્યાન આત્મનિર્ભર સહાય યોજના અંતગર્ત ૭૦ સભાસદોને રૂા.૬૩,૫૫,૦૦૦/-નો લોન આપી તેમજ સોલાર(વિજળી) માટે ઓછા વ્યાજ દરે લોન આપવાનું નક્કી કર્યું અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાયમાં ૧ સખી મંડળને ૧ લાખ એવી ૪૪ સખી મંડળોને લોન આપી જે અરવલ્લીમાં માત્ર ને માત્ર આ એક મંડળીએ સહાય આપી અને ૧૦૦% વસુલાત જાળવી રાખેલ છે.
  • તા.૨૨-૦૨-૨૦૨૨ના રોજ સવારે ર્ડો.રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ,મોડાસા ખાતે “રજત જ્યંતિ વર્ષ” નિમિત્તે સર્વરોગ નિ:શુલ્ક તપાસ મેગા કેમ્પ મંડળી દ્ઘારા યોજવામાં આવ્યો. જેમાં રોગ હોય તે મુજબ તપાસણી અને લેબોરેટરી તથા ડિજીટલ એક્ષ-રે નિ:શુલ્ક સેવાનો લાભ લીઘો.
  • તા.૧૨-૦૩-૨૦૨૨ના રોજ ભા.મા.શાહ હોલમાં નાટક “સંસ્કાર” નામનું આયોજન કરેલ જેમાં આશરે ૧૫૦૦ સભાસદો ઉપરાંત ૩૦૦ નગરના આમંત્રિત વ્યક્તિઓએ નાટકનો આનંદ માણ્યો હતો.
  • તા.૧૪-૦૫-૨૦૨૨ના રોજ સર્વોદય હાઇસ્કૂલમાં સાંજે ૭ કલાકે ગુજકોસ્ટ પ્રેરિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે “ચાલો ફરીથી બાળપણને માણીએ” કાર્યક્રમ માણ્યો અને તેજ પ્રોગ્રામમાં સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલને “રજત જ્યંતિ વર્ષ” નિમિત્તે મંડળીના ફંડમાંથી રૂા.૧,૨૫,૦૦૦/-નો ચેક એક રૂમ બનાવવા માટે અર્પણ કર્યો.

જનસેવા એજ પ્રભુ સેવા…નો મંડળીનો આદર્શ:

  • શ્રી કટલરી કરીયાણા સહકારી શરાફી મંડળીની ઓફિસ અન્ય એસોસીએશન તથા મોડાસા ચેમ્બર ઓફ કોમર્સ તથા હાલ અરવલ્લી જીલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સનું સરનામું અને મિટીંગો માટે આ સંસથાનો ઉપયોગ થાય છે. એટલે આ મંડળીની જગા ગામની સંસ્થાઓ માટે ઉપયોગી છે.
  • મંડળી જાહેર જનતા માટે તેના ઘર્માદા ફંડમાંથી અન્ય લોક ઉપયોગી સંસ્થાઓને દાન,સ્કૂલના બાળકોને વિવિઘ સુવિઘા મેળવવા માટે,અન્નપૂર્ણા ટ્રસ્ટ જે બે રૂપિયે ગરીબ દર્દીઓને ટીફીન પુરૂ પાડતી સંસ્થાને,બહેરા મુંગા સ્કૂલના બાળકોની જરૂરિયાતો મુજબ તેમજ સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલમાં વિવિઘ સાઘનો માટે અને હાલ ચાલુ વર્ષે હાસ્પિટલમાં એક રૂમ બનાવવા માટે રૂા.૧,૨૫,૦૦૦/- અને તેમજ રૂા.૧,૩૬,૦૦૦ પિડીયાટ્રીક વોર્મર સેટ માટે આપ્યા.
  • કોરોના કાળમાં સ્મશાનમાં લાકડાની તંગી હોવાના કારણે મંડળી અને બોર્ડના સભ્યો મળીને રૂા.૭૨,૫૫૧/-નું દાન આપ્યું.
  • તા.૧૭-૦૨-૨૦૨૨ના રોજ ખંભીસર મુકામે સ્કૂલમાં “રજત જ્યંતિ વર્ષ” નિમિત્તે આયોજીત ર્ડો.રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મારફતે મફત મોતિયાનો કેમ્પ યોજાયો. જેમા ૪૧ દર્દીઓને તપાસ અને ફ્રી મોતિયો માટે ૧૯ વ્યક્તિને નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું.
  • તા.૨૨-૦૨-૨૦૨૨ના રોજ મોડાસા હાઇસ્કૂલમાં કલા મહાકુંભનું આયોજન મંડળી તથા ગુજરાત સરકારશ્રીના ઉપક્રમે કરવામાં આવ્યું અને મંડળીના ચેરમેનશ્રી પંકજભાઇના હાસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કલા મહાકુંભનું સ્પર્ઘાઓ શરૂ કરવામાં આવી.
  • તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ બી કનઇ હાઇસ્કૂલ સબલપુર,મોડાસા ખાતે “રજત જ્યંતિ વર્ષ” નિમિત્તે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં ૨૦૦ સભાસદ હાજર રહી અને સ્કૂલના બાળકોએ સુંદર કાર્યક્રમ કર્યો. તેમને મંડળી તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.